એ આંખોનું કાજળ
એ આંખોનું કાજળ
એ આંખોનું કાજળ જેને તમે નિહાળો છો,
એ એક સ્ત્રી ની છે, જેની પાછળ એણે કદી ના પૂરા થનારા સપનાઓ દફનાવ્યા છે.
એ આંખોનું કાજળ જેને તમે નિહાળો છો,
એ એક સ્ત્રી ની છે, જેની પાછળ એણે કદી ના માણી શકાય એ શમણાંઓ વિખેરીયા છે.
એ આંખોનું કાજળ જેને તમે નિહાળો છો,
એ એક સ્ત્રી ની છે, જેની પાછળ એણે વહાવેલાં આંસુઓના ડાઘ સંતાયેલા છે.
એ આંખોનું કાજળ જેને તમે નિહાળો છો,
એ એક સ્ત્રી ની છે, જેની પાછળ એણે પોતાની અપેક્ષાઓને રાખમાં રૂપાંતરિત કરીને રાખ્યા છે.
એ આંખોનું કાજળ જેને તમે નિહાળો છો,
એ એક સ્ત્રી ની છે, જેની પાછળ એણે એની સ્વાતંત્રતા માટે કરેલા સમાધાનનો કરાર સંતાયેલો છે.
એ આંખોનું કાજળ જેને તમે નિહાળો છો,
એ એક સ્ત્રી ની છે, જેની પાછળ એણે ભોગવેલા અપમાનોની યાદી છપાયેલી છે.
એ આંખોનું કાજળ જેને તમે નિહાળો છો,
એ એક સ્ત્રીની છે, જેને આ આધુનિક સંસાર ક્યારે સમજી નથી શક્યું.
