STORYMIRROR

Bharat Thacker

Inspirational

3  

Bharat Thacker

Inspirational

દુનિયાની મહેફિલ

દુનિયાની મહેફિલ

1 min
437

જીવવાની મજા એ લોકોને છે, જે જીંદાદિલ છે,

જીવતા જો આવડે ને, તો દુનિયા મહેફિલ છે,


જિંદગીમાં લોકો છો ને કરતા રહે ખેંચાખેંચી

સામેવાળો ખેંચે રાખે, આપણે આપવાની ઢીલ છે,


દુનિયામાં દગાખોરો છો ને રચતા રહે કપટલીલા,

આપ‌ણો સાથ સત્ય ને, રહેવાનું સુશીલ છે,


મળે જયાં દીલથી દીલ ત્યાં જિંદગી ઝીલ છે,

નહીંતર મૂફલીસોની આ દુનિયા થોડી મુશ્કેલ છે,


નજર હોય કામણગારી તો નજારો છે દુનિયા,

સીધો સાદો દેખાતો તીલ પણ કાતિલ છે,


લોકો છો ને કરતા નાની નાની વાતોમાં હૂંસાતુસી,

તને ખબર છે ને મનવા, બ્રહ્માંડ તો અખિલ છે,


જીંદગી રમે આપણાથી, આપણે રમીયે શબ્દોથી,

શબ્દો થકી સજી આ મજાની મહેફીલ છે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational