દુનિયા - એક રંગમંચ
દુનિયા - એક રંગમંચ
કોણ સાચા ને કોણ ખોટા
એક જ ચહેરા પર કેટ-કેટલા મુખોટા!!
રંગમંચ છે આ દુનિયા જાણે
શું ખબર..
અહી કયું પાત્ર બદલાઈ જાય કયે ટાણે !!
ભલે ને જમ્યા હો ક્યારેક એક જ ભાણે
પણ, રમત રમવામાં શરમ ન આણે
આ જ રંગમંચના મુખ્ય દોર છે મોટા
ચબરાક થઈ જાજે,
બાકી અંતરાયો ના ઉઠશે ગોટેગોટા
આ જ તો તક છે ખુદ ને ઉભારવાની
જો આજ એને નહીં પિછાણે
ખરા રંગમંચ ના રંગ તું કઇ રીતે માણે!!?
ઈજ્જત નહીં મળે માત્ર નાણે,
એ તો ત્યારે જ પામીશ
જ્યારે કોક પાસે ઉભો હો તું ખરે ટાણે,
ખુદ્દારી ને ખુમારીના ન હોય તોટા,
જીવન એવું જીવી જાજે મોટા,
પડદો પડે છતાંય,
તુજ આબરુના ઉજાસ હો મોટા,
ક્લાઈમેક્સ તો એવું જ હોજો હો મોટા!