દુઆ
દુઆ
હે મને હૈયું આપનાર
મારા હય્યામાં સદ્દભાવ રાખજે
હે મને આંખો આપનાર
મારી આંખોમાં આશ જન્માવજે
હે મને હાથ આપનાર
માનવસેવા ની તક આપજે
હે મને બુદ્ધિ આપનાર
ખંડન નહીં સર્જન શીખવજે
હે મને પગ આપનાર
મને સત્ય ને માર્ગે ચલાવજે
હે મને શ્વાસો આપનાર
મારી શ્વાસો માં વિશ્વાસ ભરજે
હે મને જીભ આપનાર
મારી વાણી માં મીઠાશ સાચવજે
હે મને કાન આપનાર
મને પરનીંદા થી બચાવજે
હે મારી આત્મા રચનાર
આત્મવિશ્વાસ અને સ્વમાન એમાં જાળવજે
હે મને જીવન આપનાર
મારુ જીવન સાર્થક કરજે .....
