દ્રષ્ટિકોણ
દ્રષ્ટિકોણ


શુ થયું જીવનના બે પન્ના કોરા રહી ગયા તો ?
શુ થયું આવકમાં થોડા મીંડા ઓછા થયા તો ?
શા માટે તું આટલો પરેશાન થઈ રહ્યો છે ?
એક વાયરસથી, તું ભયભીત થઇ રહ્યો છે ?
બધે શાંતિ છે સંસારમાં,
જાતને જો કાબુમાં રાખી શકે તું તો,
થઇ જશે પસાર આ સમય પણ,
જો તું એને થવા દેશે તો.
ને કોણે કહ્યુ કે બે પન્ના કોરાજ રહી ગયા છે,
વ્યસ્તત્તામાં કોરું રહી ગયું ચિત્ર જે,
ભરીલે રંગ એમાં, જે મનગમતા છે.
શુ નથી તારી પાસે નિપુર્ણ ! ધ્યાનથી જુએ તો
તક છે અણમોલ આ, બસ જો દ્રષ્ટિકોણ બદલે તો.