ગજાનન
ગજાનન
ગજાનન આવશે ને દિલ ખુશ થઈ જશે
જગના દુ:ખ હવે તો દૂર થઈ જશે
હવે તું આવશે તો બધુ ઠીક થઈ જશે
ગજાનન આવશે ને..
બહું કષ્ટ સહ્યા છે ભક્તોએ તારા
કેટલાએ થયા છે પ્રભુ ને પ્યારા
હવે તું આવશે તો બધુ ઠીક થઈ જશે
ગજાનન આવશે ને..
ખૂટી છે ધીરજ વાટ જોવું હું તારી,
તું આવે તો વાત કહું હું તને સારી
હવે તું આવશે તો બધુ ઠીક થઈ જશે
ગજાનન આવશે ને..
એકલો પડ્યો છું હું આ જગની ભીડમાં
તું આવે તો ભક્તિમાં મારુ મન લાગી જશે
હવે તું આવશે તો બધુ ઠીક થઈ જશે
ગજાનન આવશે ને..
મૃદુલ મન હવે આ તારું થઈ જશે,
સ્વાર્થી આ દુનિયાથી અલગ થઈ જશે,
હવે તું આવશે તો બધુ ઠીક થઈ જશે
ગજાનન આવશે ને.
