અંતરનો ઉજાસ ખોવાયો
અંતરનો ઉજાસ ખોવાયો
દુનિયાની માયાજાળમાં
માનવીનું અસ્તિત્વ ખોવાયું,
આધુનિક બનવાની હરીફાઈમાં,
આ સારા સંસ્કારો ખોવાયા,
દેખાદેખીનાં ચક્કરમાં,
આ અંતરનો ઉજાસ ખોવાયો,
ફેશનનાં આંધળા અનુકરણમાં,
આ સુંદર સાદગી ખોવાણી,
સ્વીટ સંદેશાની ભરમારમાં,
અંતરના અસલી નેહ ખોવાયાં.
