STORYMIRROR

Mehul Anjaria

Inspirational

4  

Mehul Anjaria

Inspirational

દ્રષ્ટિકોણ

દ્રષ્ટિકોણ

1 min
54


મારા ટેબલ પર એક પ્યાલો પડેલો,

અડધો તે ખાલી કે અડધો ભરેલો.


જીવનમાં ય મારા, આ પ્રશ્ન થયેલો,

જીવું હું ખરેખર, કે જીવતો મરેલો?


અડધી નિદ્રામાંથી જ્યારે જાગેલો,

અવળા વિચારો ને માર્યો હડસેલો.


છે નક્કી પ્યાલો આખો ભરેલો,

અડધું છે પાણી ને અડધી હવા,

જીવન જીવવાની બસ આ એક જ દવા,

આખી યે વાત હું આજે સમજેલો.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational