દૃશ્ય
દૃશ્ય
લીલાછમ પાન પર ઝાકળનું ટીપું જોયું,
સૂરજના તાપમાં તપતું જાણે મોતી જોયું,
એક પંખી આવ્યું, ચાંચમાં એને ઝીલતું જોયું,
ફરર ... કરતું ઊડતું જોયું,
આખો દિવસ એ દ્રશ્ય આંખ સામે તરતું જોયું,
મોડી રાતે ધોધમાર વરસતો વરસાદ જોયો,
વરસાદમાં બે પ્રેમીઓ ગીત ગાતાં જોયા,
"પ્યાર હુઆ.."
આખી રાત એ દ્રશ્ય આંખ સામે તરતું જોયું !
