દરિયાદિલ
દરિયાદિલ
નદીને પોતાની આહોશમાં સમાવી લે છે દરિયો,
લોકો કહે છે નદીની મીઠાશ ને ખારી બનાવે છે દરિયો,
ખરા અર્થમાં નદીની મીઠાશનો સંગ્રહ કરી રાખે છે દરિયો,
પોતાનામાંથી ઉત્પન્ન થયેલા વાદળોમાં મીઠાશ ભરી દે છે દરિયો,
છતાં લોકોની અર્થહીન વાતો ને સાંભળતો રહે છે દરિયો,
અને હસતા હસતા મોજા ઉછાળતો રહે છે દરિયો,
આપણે પણ દિલને વિશાળ બનાવીએ લાગે એ દરિયો.