STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Fantasy

3  

Meenaz Vasaya. "મૌસમી"

Fantasy

દરેક ની ભીતર છે એક કવિતા

દરેક ની ભીતર છે એક કવિતા

1 min
144

આંબા ડાળે મંજરી ફૂટી ને આ કોયલ ટહુકી

જાણે મારા મનડામાં એક કવિતા ઉગી


આ ફૂલડાં એ સુંગંધ વેરી ને આ બાગ મલકાયો

જાણે ભમરા એ ફૂલોની પ્રીત વ્યક્ત કરવા,

પાંદડી પાંદડી એ લખી કવિતા


આ સૂરજ ઊગ્યો ને ફૂલોનું મો મલક્યું

જાણે હવા એ મહેક ફેલાવી લખી એક અદ્ર્શ્ય કવિતા


આ અસ્ત થયો સૂરજ ને દુઃખી થઈ ગઈ સૂરજમુખી

સૂરજના વિરહમાં સૂરજમુખી એ લખી એક સુંદર કવિતા


આ દિવસ આખી રખડપટ્ટી કરી

આ સૂરજ ઘેલો બની જઇ પડ્યો સંધ્યાની બાહોમાં

મિલનની ખુશીમાં આ સંધ્યા એ સિંદુરી અક્ષરથી

આકાશે લખી કવિતા


આ ઝરણાની વિદાય થી,

એક પિતાની જેમ શોકાતુર થયો આ પહાડ

ઝરણાના એક એક બુંદમાં લખી એને કવિતા


પ્રકૃતિના કણકણમાં છે કવિતા

ઝરણાના ઝણકારમાં છે અદભુત કવિતા

આ પંખીઓ ના મધુર ટહુકામાં છે સુર મધુર કવિતા


વર્ષાની એકએક બુંદમાં છે કવિતા

બસ ઝાકીને જુવો તો

તમારી ભીતર પણ છે એક કવિતા


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy