STORYMIRROR

Dr.Riddhi Mehta

Drama

3  

Dr.Riddhi Mehta

Drama

દોસ્તોની મહેફિલે

દોસ્તોની મહેફિલે

1 min
508

યાદોની એ હતી સોનેરી ક્ષણો,

કદી ન વિસરાશે એ મોંઘેરી મૂડી,


ભરબપોરે દોસ્તોની મેદની જામી,

હાસ્યની એ વણઝાર બહું જામી,


ચાલું થઈ મિમીક્રી સહુની મજાની,

એકબીજાંના કરતાં અમે નકલ,


ખુદની પણ જોઈ અમે પ્રતિકૃતિ,

પેટ પકડી હસ્યાં અમે વળી વળી,


પ્રોફેસરોને દોસ્તો મજાકિયા નામે,

વળી એમનાં અનોખાં પરિધાને,


નકલમાંથી ઉછળી હાસ્યની છોળો,

ને દુ:ખી ગયું તું પેટ અમારૂં હસીને,


આંખમાં આવેલાં આંસુની સાથે,

હસી પડ્યાંએ દોસ્તોની મહેફિલે,


દૂર ગયાં એ દિવસો ખુશીનાં હવે,

ભીંજાઈ જાય આજે પણ આંખો,


બસ યાદોને યાદ કરી જીવવું હવે,

પલપલ જીવાશે જિંદગીની સફરે.


Rate this content
Log in

Similar gujarati poem from Drama