STORYMIRROR

Sweta Sardhara "shwetgzal"

Romance

4  

Sweta Sardhara "shwetgzal"

Romance

દોસ્તી

દોસ્તી

1 min
337

દોસ્તી માટે એક ગઝલ લખવા દે

ન બાંધ સબંધને, આઝાદ રહેવા દે


શબ્દોનો લાગે ભાર હમેંશ, દોસ્ત

ક્યારેક બસ આંખોથી મૌન કહેવા દે


ન રોક લાગણીઓ ને ભીતર મહી

તોડી બંધન આજે આંસુ વહેવા દે


બની વ્હાલ અઢળક બસ વરસી જા

ન રોકું હૃદયને , તારામાં ભીંજવા દે


ન માંગે "શ્વેત" ક્યારેય બીજું કશું 

ઇજાજત દઈ, શાશ્વત પ્રેમ કરવા દે


Rate this content
Log in

Similar gujarati poem from Romance