STORYMIRROR

ઈલાબેન પી. જોષી

Romance

3  

ઈલાબેન પી. જોષી

Romance

દઝાડતો વરસાદ

દઝાડતો વરસાદ

1 min
124

વેરી થયો વરસાદ વહાલા ! જુલ્મ કરે છે આજ,

 નેજવુ કરી રાહ હું જોતી,

ધીરજ ખૂટી સરતાજ, 


જે ઝરમર બહુ વહાલી વહાલા, અગન લાગે આજ,

ઝીણાં મીઠાં મધુરાં ફોરાં, 

બાળી રહ્યાં બહુ આજ,


યાદોનો વરસાદ વસમો, વળી ઝરમર વરસે આજ, 

એક છત્રી ને બેય જતા,

 ને વળી ગણગણતા'તા ગીત, 


બેયની વચ્ચે વરસે મારી, આંખો અનરાધાર, 

આંખની સાથે વાદળ વરસે, 

વળી વરસે પ્રેમની ધાર ! 


યાદોનો વરસાદ, વળી ઝરમર વરસે આજ,

આંખની સાથે વાદળ વરસે,

વળી જુઓ ને એનું જોર.


Rate this content
Log in

Similar gujarati poem from Romance