STORYMIRROR

Smita Dhruv

Inspirational

3  

Smita Dhruv

Inspirational

દિવસનો ખજાનો

દિવસનો ખજાનો

1 min
155


પકડી લો, પકડી લો એને,

દિવસ ખજાનો લાવ્યો છે !

મિનિટ, સેકન્ડ ને કલાકોનો,

અખૂટ પૂરવઠો આવ્યો છે !


આંખ મીંચી, ધ્યાનસ્થ થઇ,

તું સમય બગાડે છે શાને ?

આ જ સમયનાં પેટાળોમાં,

પામીશ શાશ્વત સત્ય ને !


કદમ ઉઠાવી, કમર કસીને,

દોસ્ત હવે તું ઉભો થા !

સામે પાર પડેલી તક છે,

તે લઇ ને મરણિયો થા !


ચાલ તું, દોડ તું,

ને કૈંક પણ પ્રયત્ન કર તું !

કાલ પર છોડીશ જો સઘળું,

નિરાશા ઘેરી વળશે ત્યારે !


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational