STORYMIRROR

Dhanjibhai gadhiya "murali"

Romance

4  

Dhanjibhai gadhiya "murali"

Romance

દિવાનો તમારો

દિવાનો તમારો

1 min
343

ચહેરો તમારો સુંદર છે એવો

અમાસને અજવાળી ગયો,

પૂનમનો ખીલેલો ચાંદ પણ,

તમને જોઈ શરમાઈ ગયો.


તારા રૂપનો પ્રભાવ છે એવો,

શેરીઓમાં શોર મચી ગયો,

તમારા આગમન સાથે દિલમાં,

પ્રેમ જ્યોત પ્રગટાવી ગયો.


તમારો સૂરીલો ટહૂકો એવો,

મનનો મોરને નચાવી ગયો,

તમારી રૂમઝૂમ પાયલ નાદે,

દિલમાં તરંગ લહેરાવી ગયો.


તમને જોઈ હરખાયો એવો,

નજરોથી હું વિંધાઈ ગયો,

પ્રેમથી ઈશારો કર્યો તમને તો,

તમારો ચહેરો શરમાઈ ગયો.


ઈચ્છી રહ્યો છુ હું પાસે આવો,

 તમારો દિવાનો બની ગયો

"મુરલી" તમને દિલમાં વસાવૂં,

હું સદાય તમારો બની ગયો.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance