દિવાની
દિવાની
ગોપી બાવરી થઈ ગઈ,
વાંસળી વેરણ થઈ ગઈ,
કૃષ્ણ તું પણ રાધા થઈ જા,
હું પણ બેખબર દિવાની થઈ ગઈ,
ઝંખના તારી ઝંઝાવાત થઈ ગઈ,
મળી જા અંતરમાં, મોરપીંછ વાલી થઈ ગઈ,
નથી કામનાં જીવનમાં, તારી માયા થઈ ગઈ,
તું જાદુગર વાંસળીનો, હું બેખબર હવા થઈ ગઈ,
મળી જા આ ભવમાં, ભવપ્રિત ભારે થઈ ગઈ,
"રહી"ના માહી આ દુનિયામાં હું દિવાની થઈ ગઈ.

