દિવાળી
દિવાળી
![](https://cdn.storymirror.com/static/1pximage.jpeg)
![](https://cdn.storymirror.com/static/1pximage.jpeg)
દિલમાં જો હોય ઉલ્લાસ,ને નકારાત્મકતા જો ખાળી શકાય તો સારું જ છે
પણ સાથે કોઈ દુ:ખીને થોડું મલકાવી શકાય, તો દિવાળી તો રોજ છે
ચંદ્ર કે મંગળ પર પહોંચી જો શકાય, તો સારું જ છે
બાકી, વ્યસ્તતામાંથી ખુદને જો થોડો સમય આપી શકાય, તો દિવાળી તો રોજ છે.
કોઈ ભેટ કે સંદેશાઓ એકબીજાને મળીને આપી શકાય, તો સારું જ છે
પણ મને યાદ કરીને, જો થાય તમારા હૃદયમાં ઉજાસ, તો દિવાળી તો રોજ છે.
સ્વચ્છતા જો સ્વ સુધી ઉતારી, હૃદયને સાફ રાખી શકાય તો એ સારું જ છે,
બાકી રોશની જો, અંતરમનથી પ્રગટાવી શકાય, તો દિવાળી તો રોજ છે
હણ્યો હશે શ્રીરામે રાવણને લંકામાં ઘણા યુગો પહેલા નિપુર્ણ,
પણ મનના રાવણને હણીને જો અયોધ્યા અહીં રચી શકાય, તો દિવાળી તો રોજે રોજ છે.