દિવાળી
દિવાળી
અંધારાઓને ચીરીને આવી, તેજ પ્રકાશને ઉલ્લાસ લાવી,
આવી દિવાળી આવી.
ઝગમગ ઝળકે દીવડા આંગણે, તોરણ બારણે શણગાર્યા,
ખુશીઓની લહેરખી લેહરાણી, આવી દિવાળી આવી.
રંગોળીના રંગો આજે દરેકના ચહેરા પર છલકાયા, નવા વર્ષનું અભિવાદન કરવા લોકો આતુર બન્યા,
ઘર સજાવ્યા લોકોએ, આ તહેવારે ખુશીઓ આણી, આવી દિવાળી આવી.
