STORYMIRROR

Kaushik Dave

Tragedy Fantasy

4  

Kaushik Dave

Tragedy Fantasy

દિવાળી કરે અંધારું દૂર

દિવાળી કરે અંધારું દૂર

1 min
328

આંખો ક્યાં ઉઘડે છે મારી અંધારું દેખાય,

આંખ મીંચામણાં કર્યા મેં પસ્તાવાનું થાય.


ભરોસો કર્યો બધા ઉપર છેતરપિંડી થાય,

દિવસે અજવાળામાં કેવો કેવો દગો થાય !


કોઈ કહે અંધારામાં તો કાળા કર્મો થાય,

અંધારા કરતા દિવસમાં વધુ છદ્મવેશી દેખાય.


દિવાળીની અમાસે દીવડા ઘર ઘર થાય,

દિવાળીમાં અંધારે પણ ઉજાસ બધે દેખાય.


મનમાં ભરેલા દ્વેષભાવને દિવાળીમાં ભૂલાય,

નવા નાકે દિવાળી કરો હસતા ખેલતા જીવાય.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy