Shaurya Parmar

Inspirational


2  

Shaurya Parmar

Inspirational


દિવાળી એટલે આનંદ જ આનંદ (દિવાળી)

દિવાળી એટલે આનંદ જ આનંદ (દિવાળી)

2 mins 6.8K 2 mins 6.8K

કોઈને જોઈ આંગણે,

‘પધારો’ નીકળે ગળે,

તો તો દિવ્યઆનંદ.... દિવાળી એટલે આનંદ જ આનંદ

વડીલોને લાગી પગે,

લાગણીઓ ઝગમગે,

તો તો સાત્વિકાનંદ.... દિવાળી એટલે આનંદ જ આનંદ

કોઈ આવે જ્યારે સંકટે,

ને માણસાઈના દીવા પ્રકટે,

તો તો પરમઆનંદ.... દિવાળી એટલે આનંદ જ આનંદ

કોઈને સફળતા મળે,

ને કોઈનો જીવ ના બળે,

તો તો નિત્યઆનંદ.... દિવાળી એટલે આનંદ જ આનંદ

ભેગા થતા,રંગોળીએ,

નવા નવા રંગો ભળે,

તો તો સુખાનંદ.... દિવાળી એટલે આનંદ જ આનંદ


Rate this content
Originality
Flow
Language
Cover Design