દિવાળી અને સફાઈ અભિયાન
દિવાળી અને સફાઈ અભિયાન
આપણા તહેવારોની ઉજવણી પાછળ ઘણું બધું ગર્ભિત છે,
દિવાળી નિમિતે ઘર સફાઈ અભિયાનની પણ એક રીત છે.
દિવાળી નિમિતે સારા ઘરની સફાઈ કરાય છે સરસ રીતે,
ઘરનો ખુણે ખુણે જાય ચમકી, પુરૂ ઘર થાય જાણે પુલકીત છે.
દિવાળી સફાઈ કાર્ય કરવાનું હોય છે ખુશી ખુશી,
મા લક્ષ્મીના રહે છે આશીર્વાદ, સારું સ્વાસ્થ્ય પણ એમાં નિહિત છે.
કેટકેટલી બિનજરૂરી ચીજોનો કર્યો હોય છે આપણે સંગ્રહ,
આમાથી ઘણો સામાન છે બિનજરૂરી, એવું દર વર્ષે થાય પ્રતીત છે.
બિનજરૂરી ચીજોને, જરૂરિયાત વાળા લોકોમાં વહેચવી રહેશે ઉચિત,
સફાઈની થશે સફાઈ અને પ્રસન્ન બનવાનું પોતનું ચિત છે.
દિવાળી સફાઈ અભિયાન સાથે જોડવાનું છે એક વધુ અભિયાન,
મનમાં જમા થયેલા કચરાને પણ સાફ કરાય તેમાં સર્વગ્રાહી હિત છે.
