STORYMIRROR

Tanvi Tandel

Inspirational Others

3  

Tanvi Tandel

Inspirational Others

દિવાળી આવી

દિવાળી આવી

1 min
27.2K


રંગોળીની રંગભરી ભાત સાથે,

દીવડાંના પ્રકાશનો છે સાથ

તોરણીયે રંગબેરંગી ફૂલડાં પરોવી

લક્ષ્મી જીને આવકારું આજ

મારે આંગણિયે આજ દિવાળી આવી !


સજીધજીને સુંદર અપ્સરા બનું આજ,

નવીનતમ સઘળું હો રાજ

મારે આંગણિયે આજ દિવાળી આવી રે,

મારે આંગણિયે આજ દિવાળી આવી !


ઝગમગ ઝબુકિયાના સંગે ઘરને શણગારું

અવનવા ફરસાણોથી અતિથિ સ્વાગત રચાવું

મારે આંગણિયે આજ દિવાળી આવી.


શાને વેડફો વ્યર્થ રોકડા ફટાકડાના ધુમાડા કાજ

બે ઘડીના આનંદ કરતા સવાયો અન્યની ખુશીનો સાદ

મારે આંગણિયે આજ દિવાળી આવી !


સ્નેહના બંધને ને અંતરમાં સત્કાર્યના ઉજાશે

શુભ સંકલ્પ થકી નવા વર્ષને વધાવું.

મારે આંગણિયે આજ દિવાળી આવી.



Rate this content
Log in

Similar gujarati poem from Inspirational