દિલની વાતો
દિલની વાતો
દિલની વાતો એ કોણે જાણી છે ?
અમે તો નજરોની મહેક માણી છે,
દુનિયા ભલે બદનામ કરે અમને,
અમે તો પ્રેમની પરિભાષા જાણી છે,
નથી વાંચ્યા અમે પ્રેમના પુસ્તકો,
એમની વાણીમાંથી અમે પ્રેમની કવિતા સાંભળી છે,
ભલે નથી જોયાં શીરી કે ફરહાદને,
ખુદને મજનુ અને એમને લૈલા માની છે,
ભલે ઝેર નથી પીધું પ્રેમમાં અમે,
એમના હાસ્ય અમૃતની સરવાણી અમે માણી છે,
પ્રેમને અહેસાસ માન્યો છે અમે,
વાતોની વાકપટુતા અમે કયાં જાણી છે,
અરે ! દુનિયા શું મિટાવતી હતી અમને,
પ્રેમમાં સાથે મરવાની સોગંદ અમે ખાધી છે,
દુનિયાના વાક્બાણોથી ઘાયલ થયેલા અમે,
એકબીજાની નજરની દવા અમે પીધી છે,
પ્રેમની રાહની ખબર નથી અમને,
પરંતુ પ્રેમની મંઝિલ નક્કી અમે કરી છે,
ભલે ન હોઈએ જનમ જનમના સાથી અમે,
પણ, આ ભવની જીવનસંગિની એમને માની છે,
પ્રેમમાં આગળ શું થશે, એની ખબર નથી મને,
પણ મારા જીવનની કથા અહીં મેં આરંભી છે.

