દિલની રમત
દિલની રમત
એક નાનું સરસ મજાનું રમકડું છે,
લોકોને એની સાથે રમવું ગમે છે.
જ્યારે મન થાય ત્યારે રમી જાય,
જ્યારે મન થાય ત્યારે તોડી જાય.
નથી અવાજ આવતો એ તૂટવાનો,
નથી કોઈને અણસાર એના દર્દનો.
વિચારો કોઈનું દિલ દુભવ્યાં પહેલાં,
તૂટે દિલ નીકળે છે અંતરની આહ.
કદી ખાલીના જાય નીકળેલ હાય,
કરો જો વર્તન નિર્દયી સૌની સાથે.
એક નાનું અમથું મળ્યું છે જીવન,
જીવી લો દિલ ખોલીને સૌની સાથે.
થવાનું છે એ જે ઈચ્છે રાધેગોવિંદ,
શું જરૂર આપણે એને બદલવાની.

