દિલની બીમારી એ લગાવી ગયા
દિલની બીમારી એ લગાવી ગયા
આંખોમાં શમણાંઓ એ જગાવી ગયા,
આંખોની નીંદ મારી જાણે ભગાવી ગયા.
મશરૂફ હતી હું તો મારા રોજિંદા કામોમાં,
વાત વાતમાં દિલની બીમારી એ લગાવી ગયા.
મારા હૈયામાં એવો વસવાટ એ કરી ગયા કે,
જાણે ચેન, સૂકુન,નીંદ મારી એ છીનવી ગયા.
લગાવી દિલની બીમારી એતો દૂર થઈ ગયા,
મારા હૈયે યાદોના તીર એ ચૂભાંવી ગયા.
કેવી ખૂબસૂરત જિંદગી હતી ઇશ્ક પહેલા !
આ મારી હસતી આંખોને એ રડાવી ગયા.
સુખ ચેન અને સૂકુન હતા મારા જીવનમાં,
જોને પીડાની પોટલી એ થમાવી ગયા.

