દિલબર
દિલબર
જે અંદર ગમે છે એ બહાર ગમે છે
મને દિલથી ચાહે તો ભીતર ગમે છે.
ભલે દુનિયા મારી તો વાતો ન સમજે,
મને સાચવે છે એ ઈશ્વર ગમે છે.
બધાંને જે બકબક તો લાગે છે મારી,
મને સાંભળે છે એ દિલબર ગમે છે,
કહે છે બધા તો હું ક્યારે રહીશ ચૂપ ?
ડરીને જે રાખે એ અંતરે ગમે છે.
આ મનમાંય મોજાં ઊછળતાં રહે છે,
હૃદયમાં ઘૂઘવતો સમંદર ગમે છે.
ભલે લાખ રસ્તા બદલવાં પડ્યા 'તા,
મને અંતમાં મારું એ ઘર ગમે છે.

