STORYMIRROR

Sapana Vijapura

Tragedy

4  

Sapana Vijapura

Tragedy

દિલ

દિલ

1 min
447

અમે ખૂબ મારી દબાવ્યું છે દિલ,

સતત આજ રીતે રડાવ્યું છે દિલ,


હુલાવી અણી સોયની તે પછી

વળે કળ હવે ક્યાં? ઘવા્યું છે દિલ,


મળી બેવફાઇ કરી જો વફા,

વફાનાં બહાને મનાવ્યું છે દિલ,


જમાના જુલમ ના હવે કર વધુ,

ઘણું આજ તક તેં સતાવ્યું છે દિલ,


હતી જંગ દિલ ને દિમાંગો વચ્ચે,

દિમાગે તો અંતે હરાવ્યું છે દિલ,


ભરાયે નયનમાં અશ્રુઓ ક્દી,

મનોહર છબીએ હસાવ્યું છે દિલ,


કરો આમ ને તેમ પણ ના કરો,

સો સો તીર મારી વિંધાવ્યુ છે દિલ,


જહન્નમી કહેનાર જોતા રહી ગયાં,

ખુદાએ હસીને વધાવ્યું છે દિલ,


હતી આમ તો વાત નાની છતાં,

ફરી ને ફરી તે તપાવ્યું છે દિલ,


તબીબો તો થાકી ગયાં છે હવે,

અરે નામ કોનું મઢાવ્યું છે દિલ,


બતાવ્યા છે આંખો ને 'સપનાં' ઘણાં,

ન એકેય સાચું ઠરાવ્યું છે દિલ,.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Tragedy