દીવો
દીવો
મિટાવી અંધકાર હું પાથરતો પ્રકાશ,
કરતો દુઃખોને દૂર હું લાવતો ખુશી,
ટકાવવા અસ્તિત્વ કાયમી અમોનું,
રિઝવતો હું રોજ વાયુદેવને,
હોય ભલે રંક કે રાય ઝલતો હું બધે,
ઝલાવે પ્યારથી તો ઝલવું પણ મંજૂર મને,
જો મટતી હયાતી મારી જન સમુદાયમાં,
પડતી ગહેરી અસર જન સમુદાયમાં,
ભલે પાથરતો તું પ્રકાશ દિનમાં,
ઝલતો હું ઘેર - ઘેર હર રાતમાં,
સમજે વ્યથા જો કોઈ મારી,
આપવા પ્રકાશ ઝલવું પણ મંજૂર મને.
