દીકરી
દીકરી
નાની છે પરી છે, દીકરી મારી ડાહી છે,
ધીરે ધીરે ચાલે છે, મીઠું મીઠું બોલે છે,
રમત રમે ગમત કરે, દીકરી મને વ્હાલ કરે,
નાની છે પરી છે, દીકરી મારી ડાહી છે,
કેવા કેવા સવાલો કરે ? જવાબ પણ જાતે આપે,
નાની નાની વાર્તા કહે, નાનીને બહુ યાદ કરે,
કહેતી જાય હસતી જાય,
નાનીની વાર્તામાં મજા આવી જાય,
નાની છે પરી છે દીકરી મારી ડાહી છે.
