STORYMIRROR

Chaitanya Joshi

Inspirational Others

3  

Chaitanya Joshi

Inspirational Others

દીકરી

દીકરી

1 min
27.3K


દીકરી મારે ખારા રણમાં મીઠી વીરડી રે,

જગની વૈખરી સામે જાણે મધમીઠડી રે.


પિતા-પુત્રીનો સંબંધ નિભાવે સ્નેહ થકી,

દીકરી મારે જીવનબાગની મધુપાંખડી રે.


કરે પ્રતિક્ષા થતાં વિલંબ ગૃહાગમનમાં,

દીકરી મારે વિદાય લેતાં ભરે આંખડી રે.


ડગલેપગલે કરતી પિતાની ચિંતા સુતા,

દીકરી મારે જરાવસ્થાની ટેકણલાકડી રે.


કૃપા પ્રભુ તારી દીધી સુતા સ્નેહપ્રસારી,

દીકરી મારે મનોસ્મરણે આવે ઘડીઘડી રે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational