STORYMIRROR

Ramesh Patel (Aakashdeep)

Inspirational

3  

Ramesh Patel (Aakashdeep)

Inspirational

ધન્ય ધન્ય ગરવી ગુજરાત

ધન્ય ધન્ય ગરવી ગુજરાત

1 min
206

ધન્ય ધન્ય ગરવી ગુજરાત….

 

જૂનો  જોગી ગિરનાર

સાવજ શૌર્યે લલકાર

સાગર સરિતાને કાંઠે મંગલ પ્રભાત

ધન્ય ધન્ય ગરવી ગુજરાત

 

કચ્છ-કલા કોયલના રાગ

જન  મન દીઠા રળિયાત

'સિધ્ધ હેમ'ની ગજ સવારી.. સિધ્ધરાજી શાન

ધન્ય ધન્ય ગરવી ગુજરાત

 

નર્મદા  તાપી દર્શન

હરિત ખેતર પાવન

મહિ સાબરના સંગે લહેરાતી ભાત

ધન્ય ધન્ય ગરવી ગુજરાત

 

આઝાદીની  રણહાક

શ્વેત-ક્રાન્તિની દહાડ

અખંડ ભારતના ઘડવૈયા લાલ

ધન્ય  ધન્ય  ગરવી  ગુજરાત

 

મેળે  ગરબે ગુજરાત

હૈયે શામળ ને  માત

વટ વચન વ્યવહારે… ઊડે ગુલાલ

ધન્ય ધન્ય ગરવી ગુજરાત

 

અહિંસા  આદર સન્માન

સંસ્કાર સૌરભ બલિદાન

વિશ્વવંદ્ય ગાંધી તું.. વિશ્વે મિરાત


ધન્ય ધન્ય ગરવી ગુજરાત

 

જેનું   હૈયું  ગુજરાત

એનું આંગણું અમાપ

દૂધમાં  ભળતી સાકરની  જાત

ધન્ય  ધન્ય  ગરવી  ગુજરાત

રમેશ પટેલ(આકાશદીપ) 


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational