ધન્ય અવતરણ તમારું...
ધન્ય અવતરણ તમારું...
યથાર્થ થયું ધરા પર આપનું અવતરણ,
સતકર્મ કરી આપે દીપાવ્યું અવતરણ,
જન્મદિવસે ન આપે પાર્ટી કે મિજબાની કરી,
આશ્રમમાં જઈને આપે ઉજવ્યું અવતરણ,
પોતાનાં સ્વાર્થ માટે ન જીવ્યાં તમે કદી,
પરપીડા હરવાને કાજ આપે ખપાવ્યું અવતરણ,
ઓળખે છે તમને સૌ કળિયુગના ભામાશા તરીકે,
શબ્દરંગે અમને રંગી આપે શોભાવ્યું અવતરણ,
ખોબલે ખોબલે શુભેચ્છાઓ અમારાં તરફથી,
પ્રભુએ નિરંતર આશિષ આપીને છલકાવ્યું અવતરણ.
