ધનવાન
ધનવાન
હું રહ્યો સામાન્ય માણસ
આપ તો ધનવાન છો
એ પણ છે શંકા મને કે
આપ પણ ઈન્સાન છો,
ના સમજ મુજને તમારી
ના આપને મારી ખબર
તોય નામને જાણતાં !
ભૈ આપ શું ભગવાન છો ?
હું રહ્યો સામાન્ય. . . . .
હું સતત ભટકયાં કરું
બસ,લાગણીને ભાવમાં
આપ એ.સી. કાર માંહે
શોભતાં મહેમાન છો !
હું રહ્યો સામાન્ય. . . . .
આ વખત આવેને જાશે
ના આપને એની ફિકર
ને અહીં ઘડી-બેઘડી
બેઠા પણ આલીશાન છો ?
હું રહ્યો સામાન્ય. . . .
લાગણીઓ ને લૂંટાવી
આજ છડે-ચોક મેં
તે લાગણીને પણ સજાવી
વેચતાં વિદ્વાન છો !
હું રહ્યો સામાન્ય માણસ
આપ તો ધનવાન છો
એ પણ છે શંકા મને કે
આપ પણ ઈન્સાન છો ?
