ધબકતું હૈયું મારા નામે કરી દેજો
ધબકતું હૈયું મારા નામે કરી દેજો
બની શકે તો લાગણી આપી દેજો,
હૈયે તમે મારું નામ સદા છાપી દેજો,
માંગણી છે મારી સાવ નાની સરખી,
પ્રેમ અપાર તમારો તમે આપી દેજો,
હીરા મોતીની અપેક્ષાઓ નથી મારી,
પ્રેમથી છલોછલ હૈયું તમે આપી દેજો,
ગાડી, બંગલા, મોટર નથી જોઈતી મારે,
શ્વાસના હર ધબકાર મારે નામે કરી દેજો,
કોઈ ખુશીઓનો ખજાનો નથી જોઈતો,
જીવનભર આ હૈયું મારે નામ કરી દેજો.

