દેવ સ્થાન
દેવ સ્થાન


ગર્ભગૃહે અમીર નમીને શું દુવા માંગે
બહાર નિર્ધન માંગે છે ભીખ એક ટાંગે,
શ્રીમંત જાણે કે પાપ ધોવા ચૂકવે કર
ભિક્ષા આપીને કહેશે હે પ્રભુ પીડા હર,
મળે છે મંદિરે ધન હાથ ફેલાવવાથી
ફાયદો શું શ્રમ ને પ્રસ્વેદ રેલાવવાથી,
ધૂવે પાપ દુવાથી શું ઈશ્વર ભોળો હશે
હશે દેવને આશ કે હવે શેઠ ભલો થશે,
વિના પરિશ્રમ જોયા થાતાં ધનવાન?
સદાચરણ ના જરૂરી બનવા ગુણવાન?
ગર્ભગૃહે અમીર નમીને શું દુવા માંગે
બહાર નિર્ધન માંગે છે ભીખ એક ટાંગે !