Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Shaimee Oza

Drama

3  

Shaimee Oza

Drama

દેશ

દેશ

1 min
197


         

પ્રેમ શાંતિ ની શીખ આપે,

દરેક ધર્મ ને એકતાંતણે બાંધી રાખે,

એ મારો દેશ નિરાળો, અમે ભારત માં ના સંતાનો,


હિંદુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ,

આપણે સહુ ભાઈ ભાઈ,

શોણીત આપણા લાલ છે,

ભગવાન અલ્લાહ, એક,

પ્રેમ એકતા નો પાઠ શીખવે,

અમે એ ભારત માં ના સંતાનો,


વિવિધતા માં એકતા,

દરેક ને સાથે લઈ ને ચાલનાર,

ત્યાગ બલિદાન,જે બીજા ને પ્રેમ વહેંચે,

અમે ભારત માં ના સંતાનો,


કેટલા દર્દ સહન કર્યા ભારતે,

વીરો ના બલિદાનો ના રંગ ચડયાં,

શુરવીરો ના રકતે રંગાયો, તિરંગો,

અમે એ ભારત માં ના સંતાનો,


જયાં બાળકો ગોપાલ ક્રિષ્ન છે,

બાલિકા બાલિકા દેવી સ્વરુપ,

વડીલો માટે આદર ને,

અતિથિ પૂજનીય છે,

અમે એ ભારત ભૂમિ ના સંતાનો.....


જયાં પ્રેમ નો બદલો પ્રેમ ને,

રક્ત નો બદલો રક્ત નું ફરમાવે,

એકતા જેના રગ રગમાં છે,

અમે એ પવિત્ર ભૂમિ ના સંતાનો 

ભારત મા ના વાલીડા સંતાનો અમે,


મા ભોમ કાંજે જાન હોમી દેતા,

એ સિંહો ના ભાઈ બહેન છીએ,

શહીદો આંસુ નો બદલો છીએ,

અમે એ ભારત ભૂમીના સંતાનો છીએ,


કેટલા ઘાવ પીધા મારા ભારતે,

જે ગદ્દારી કરે એને લબ્જ શીદને સમજાવે,

આ આઝાદી ખાતર કેટલાય શેરો ,

ભારત ભોમની માટીમાં મળી ગયાં છે,

અમે એ દેશનું ભાવી છીએ,

અમે ભારત ભુમીના સંતાનો છીએ.


Rate this content
Log in

Similar gujarati poem from Drama