દેશ સેવા (કવિતા)
દેશ સેવા (કવિતા)
જો હોય ખરેખર તમને દેશદાઝ,
તો કરજો તમે નિ:સ્વાર્થ ભાવે દેશસેવા,
જ્યારે જ્યારે જરૂર પડે દેશને સેવાની,
તો, થઈ જાજો તૈયાર કરવા દેશની સેવા,
દેશ કાજે બતાવજો ફના થવાની તૈયારી, રહેજો તૈયાર કરવા દેશની રક્ષા, જ્યારે માભોમ કરે પોકાર,
રાખજો અરસપરસ પ્રેમ ત્યજી વેર,
બંધ કરજો ધર્મના નામે ઝઘડા સદંતર
બેઈમાની અને ભ્રષ્ટાચારથી રહેજો દૂર,
દેશની ઉન્નતિ માટે ભરજો કર અને,
આતંકવાદ ફેલાવનારને કરજો ઠાર
દેશનાં ગદ્દારો ને દુશ્મનોને કરજો સજા,
કરજો દેશની તન, મન અને ધનથી સેવા,
જરૂર પડ્યે લૂંટાવી દેજો તમારૂં સર્વસ્વ
અને કરજો સદા તમે દેશભક્તિ.
