રિયલ હીરો
રિયલ હીરો
કંઈ કેટલાયે સ્વાતંત્ર્યસેનાનીઓ ના ભોગે, કેટલાંય નવજવાનોની શહીદી અને બલિદાનથી મળી દેશને આઝાદી,
એ ભારતનાં લડવૈયાઓ અમર રહો.
થયો દેશ આઝાદ ને વળ્યો પ્રગતિનાં પંથે, લીધો દેશની જનતાએ શાંતિનો શ્વાસ.....
માતૃભૂમિ કાજે આપેલાં બલિદાનો થયાં સફળ, સલામ છે એ દેશનાં વીર શહિદોને અને દેશનાં લડવૈયાઓ ને....
જેવાં છે સૈનિકો દેશનાં હીરો તેવાં જ,
આપણાં દેશનાં ખેડૂતો, નર્સ, ડોક્ટર, ને
વૈજ્ઞાનિકો એ પણ કોઈ હીરોથી નથી જરાપણ કમ.....
વિશ્વમાં જ્યારે કોરોનાએ મચાવેલ હાહાકાર, ત્યારે આ જ હીરો આવેલ દીનદુઃખીઓની વ્હાર....એ
નર્સ, ડોક્ટર, પોલીસકર્મીઓ એ જીવના જોખમે, કરેલ સેવામાં ના જોયાં, દિવસ કે રાત......
સફાઈકર્મીઓની તો વાત જ નિરાળી,
જીવના જોખમે પણ એમણે આપી સેવા, અને ના કરી પોતાની પરવા....
સૈન્યદળ, પોલીસદળ ને દાતાશ્રીઓ,
નહોતાં કમ કોઈ હીરોથી, ધન્ય ધન્ય,
એ સૌ સેવાકર્મીઓને......
કોરોના સામે લડનાર લડવૈયાઓને પણ, લાખ લાખ અભિનંદન ને સલામ,
ધન્યવાદ, તેઓને પણ જેમણે જેમણે પૂરી પાડી, નિ:સ્વાર્થભાવે સેવા....
દીનદુઃખીઓસ્વાર્થભાવે ધાન,
અને ઘરે ઘરે જઈને આપ્યું ભોજન,
દેશનો દરેક નાગરિક અને સેવાકર્મીઓ,
જ્યારે બન્યાં દેશનાં સાચા હીરો....
આ સૌ હીરો છે અભિનંદનને પાત્ર,
કોટી કોટી વંદન અને લાખો પ્રણામ
દેશનાં આ સૌ હીરોથી ના કમ લડવૈયાઓને.
