Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Dharmishtha Desai

Inspirational

2  

Dharmishtha Desai

Inspirational

વાણી

વાણી

1 min
71


વાણીની મીઠાશ વિષે ઘણુંબધું કહેવાયું છે. કે વાણી મીઠી રાખો. કોઈને કાંઈ કહેવું હોય તો મીઠાશથી કહો. પણ જે વાણીમાં સ્વાર્થ અને ઝેર ભરેલું હોય એ વાણી તમને સારી અને મીઠી કઈ રીતે લાગવાની એ કહો. અને તમે જો કોઈપણ વ્યક્તિને નહિ ગમતાં હોવ તો તમે ગમેતેટલી મીઠાશથી વાત કરશો તો પણ તમે એ વ્યક્તિને સારા નથી જ લાગવાના. અને જે સમજું હશે તે તમે કડવું બોલશો તો પણ તેને તમે સારા જ લાગવાના કેમકે એ સમજે છે કે એની પાછળ તમે તેની ભલાઈ જ ઈચ્છો છો. જરૂરી નથી કે જેની વાણીમાં મીઠાશ હોય તે તમારૂં હિતેચ્છુ જ હોય.

ઘણીવાર મીઠું બોલનારા તમારૂં જેટલું બગાડે ને તેટલું તો કોઈ ના બગાડે. હા, જે ખુશામતથી ખુશ રહે છે તેને જરૂરથી વાણીની મીઠાશ ગમશે. બાકી જેને પોતાનાં મતલબથી જ મતલબ હોય તે તો ક્યારેય મીઠાશથી પણ નથી સમજતાં. માટે દરેક વખતે વાણીની મીઠાશ જ કામ નથી કરતી. કદાચ કોઈને આ નહિ પણ ગમે, પણ આ હકીકત છે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational