STORYMIRROR

Dharmishtha Desai

Others

3  

Dharmishtha Desai

Others

રક્ષાબંધન

રક્ષાબંધન

1 min
208

રક્ષાબંધન પર્વ એવું કે ભાઈબહેનને,

જોડે અતૂટ બંધનથી, અજોડ એમનો નાતો,

જગતમાં નથી એનો જોટો....


ભલે રહેતી બહેન જોજનો દૂર ભાઈથી,

પણ ના ભૂલે એ કદી ભાઈને આ દિને,


હોંશે હોંશે બેનડી બનાવે રાખડી જેમાં,

એનો સ્નેહ છલકાય ભરપૂર ભારોભાર

બનાવે ભાઈ માટે એને ભાવતી મીઠાઈ,


રાહ જોતી બેનીની આંખડી વર્ષભર કે,

ક્યારે આવે રક્ષાબંધન ને બાંધુ ભાઈને રાખડી,

મન ભાગે એનું પિયરવાટ.


ભલેને હોય કેટલાંય મનદુઃખ ભાઈબહેન વચ્ચે પણ પણ આ દિવસે,

તો બધું ભૂલી બેની બાંધે ભાઈને રાખડી ને મનોમન દુઆ કરતી ભાઈ કાજ લઈ ઓવારણાં,


વીરો દે બહેનને વીરપસલી, ને થાતી ખુશ બેનડી,

એક ધાગામાં છૂપાયો ભાઈબહેનનો પ્રેમ અને માડીજાયાઓનાં હેત,

ને વચને બંધાય બેનની રક્ષા કાજ.


છે અનોખી પ્રીતની વાત ભાઈબહેનની,

અને તેમનાં અતૂટબંધનની આ રક્ષાબંધન પર્વની.


Rate this content
Log in