મારો દેશ
મારો દેશ
ગર્વ છે મને કે હું,
ભારતનું સંતાન..
પ્રાણથી પણ પ્યારો,
છે મને તિરંગો મારો..
મારો દેશ છે મારી,
આન, બાન ને શાન..
ના જ આવે કોઈ,
તોલે મારા દેશની...
આ એ જ છે ધરતી,
જ્યાં જનમ્યાં શ્રી રામ....
પવિત્ર સંતોની અને
દેવોની આ ધરતી...
આ એ ધરતી જ્યાં,
સોના જેવી થાય ખેતી,
મારા દેશની સંસ્કૃતિ,
છે મારા દેશની શાન....
દુનિયાના દરેક દેશમાં,
લહેરાય મારો તિરંગો...
એ ધરતીમાં ને વંદન ને,
વીર શહીદોને શત શત નમન.
