STORYMIRROR

Dharmishtha Desai

Inspirational

3  

Dharmishtha Desai

Inspirational

સલામ

સલામ

1 min
137

આપણા દેશની રક્ષા કરવા માટે જવાનોએ પોતાનાં ઘરપરિવાર, ગામ, વતન સઘળું છોડીને આપણી અને આપણાં દેશની રક્ષા કરી છે અને દેશની રક્ષા કરતાં કરતાં પોતાનાં પ્રાણોની આહૂતિ પણ આપી છે. આવા વીરોને અને તેમનાં સૌ પરિવારને સલામ છે.


ધન્ય છે, એ માતપિતાને કે,

જેમણે આવા વીર સપૂતોને

જન્મ આપી દેશનાં હવાલે કર્યા,


સલામ, એ વીર જવાનોને કે,

દેશની રક્ષા કાજે વતનને છોડ્યું

ઘર પરિવાર ને ભાઈબહેનને છોડ્યા,


દેશની રક્ષા કાજે ના જાણે,

કેટકેટલાં કષ્ટ અને દુઃખો વેઠ્યા,

જાનની બાજી લગાવી શત્રુને ભગાડ્યા,


સલામ છે તે વીરોને કે,

માભોમની ખાતર પરવા

ના કરી પોતાની જાનની અને,

દેશની માટે વ્હોરી લીધી શહીદી.


સલામ એ માતપિતા, ભાઈબહેન,

અને વીરોની પત્નીને, કે જેમણે

દેશ કાજે પોતાનાં સંતાન, ભાઈ

અને પતિની આહુતિ આપી.


સલામ, સલામ, સલામ છે

સૌને શત શત નમન.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational