STORYMIRROR

Pratiksha Pandya

Classics Inspirational

4  

Pratiksha Pandya

Classics Inspirational

દેન શિક્ષકની

દેન શિક્ષકની

1 min
249

છે દેન શિક્ષકની, જગ જ્ઞાની જનથી શોભે,

અજવાસે ભરડો લે વિશ્વજ મનથી મોહે.


ટહુકાઓ સર્વ મધુર તાજાં ગૂંજે નિતનિત,

ખેતર જ્ઞાન તણાં રોજ લણી જગથી રોપે.


શબ્દ તણી પોઠો સોંસરવી કાગળ પર જે,

તાણી લાવે ભંડાર સફળ લક્ષથી જોમે.


પાયો છે એક અડીખમ જીવન ઘડતરનો,

શિષ્ય ભળે સંગ શિક્ષક એ ભણતરથી સોહે.


મર્મ બધાં ભાષાનાં ય ઉકેલી સર્વ સરળ,

થાય જગભરમાં મોટાં અમરતથી વંદે.


આભાર શિક્ષકનો કરતાં ય તમસ સૌ દૂરે,

ઈશ જગે જ શિક્ષક દિન એહ કલમથી નોંધે.


Rate this content
Log in

Similar gujarati poem from Classics