STORYMIRROR

Sejal Ahir

Drama

3  

Sejal Ahir

Drama

દેખાય છે

દેખાય છે

1 min
119

ગોમતીઘાટે દ્વારકાનગરી રળિયામણી દેખાય છે,

મધ્યદરિયેથી બેટદ્વારકા રાધેકૃષ્ણની દેખાય છે,


ચુંબકીય આકર્ષક મન કૃષ્ણમાં લીન થઈ જાય,

વાંસળીના સૂરમાં ગોકુળની ઝાંખી દેખાય છે,


રૂક્ષ્મણી, સત્યભામા, જાંવતી આઠ પટરાણીઓ

કૃષ્ણના હૈયામાં પ્રેમની પ્રતીતિ મનમાં દેખાય છે,


સોળહજાર ગોપીઓના ઉદ્ધારક કરવા આવી જાય,

નારીના રક્ષણ કાજે પુકારમાં પણ સામે દેખાય છે,


જીવનમાં સઘળું મળ્યું છતાં પોતાનાથી દૂર જ રહ્યાં,

ગોકુળ, વાંસળી, રાધેના પ્રેમ છબી કૃષ્ણમાં દેખાય છે,


ધર્મની રક્ષા કાજે કરુક્ષેત્રના મેદાનમાં ઉતરી આવ્યા,

શ્રીમદ્દભગવગીતારૂપી સાર કૃષ્ણના હૈયે દેખાય છે,

    

યદુવંશના ઇષ્ટદેવ દેવકીના કોખે રહેનાર મુરલીધર,

દ્વારકાના રાજાધિરાજ ભક્તિના રંગમાં દેખાય છે.


Rate this content
Log in

Similar gujarati poem from Drama