Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Falguni Rathod

Inspirational

4  

Falguni Rathod

Inspirational

દેહ ફળ્યો

દેહ ફળ્યો

1 min
306

દુઃખ દર્દની દુનિયા સાથે પનારા પોતે પાડ્યાં;

અમ જીવનમાં ઉજાસના કિનારા સાંપડ્યાં.

ઓ માત પિતા તવ ચરણે સમર્પિત મુજ દેહ ફળ્યો...! 

મુજ અંધકારમય પંથને નવ પ્રાણ ભરી જીવ્યાં;

નવી પ્રભાતનાં મંડાણ આજીવન ઉત્સાહે જળ્યાં.

ઓ માત પિતા તવ ચરણે સમર્પિત મુજ દેહ ફળ્યો...! 

ભીની આંખોમાં સપનાઓના દ્ઢ સંકલ્પ ધર્યા;

ઠોકરોની પરવા વગર સાકાર કરવા સાથ વધ્યાં.

ઓ માત પિતા તવ ચરણે સમર્પિત મુજ દેહ ફળ્યો...! 

દિન રાત સતત દોડતાં ભાગતાં તવ દેહ કથળ્યા;

શાંત ચિત્તે મુજ શિરે તવ મધુર સ્મિતે મલક્યા.

ઓ માત પિતા તવ ચરણે સમર્પિત મુજ દેહ ફળ્યો...! 

ભૂલો પડીને ભટકી તુજને વારંવાર તરછોડ્યાં;

તુજ મુખે સદા આશિષ કેરા વરસાદ વરસ્યાં.

ઓ માત પિતા તવ ચરણે સમર્પિત મુજ દેહ ફળ્યો...! 

Rate this content
Log in

Similar gujarati poem from Inspirational