ડૂસકું
ડૂસકું
અમને આવડ્યું તે અમે કરી આવ્યા,
વ્હેમને જીવાડવા ટૂસકું અમે કરી આવ્યા !
વહેવાર છે કે ખરેખરનો પ્યાર, એ જાણે !
એમને રડતાં જોઈ ડૂસકું અમે ભરી આવ્યા !
ખબર નથી, કબર નીચે શ્વાસ ભરાય છે કે શું ?
તાજાં ફૂલોનું તોય ઝૂમખું અમે ધરી આવ્યા !
લાગણી અને સંબંધનો નાતો અમે કરી આવ્યા,
અસ્તિત્વ ટકાવવા પૂરતું અમે કરી આવ્યા !
આમ તો આંસુને ખાળવા હૈયું માગ્યું એમણે,
હતું એવું ને એવું ઝૂરતું અમે ધરી આવ્યા !
