STORYMIRROR

Mahebub Sonaliya

Drama

3  

Mahebub Sonaliya

Drama

ડુબાડે મન પડે તેને

ડુબાડે મન પડે તેને

1 min
11.7K




ડુબાડે મન પડે તેને, ને મન ફાવ્યાંને તારે છે,

દિસે જગ નાચતું આખું મને તારા ઇશારે છે,


અહિં મારા સિવા' તારી કસોટી કોણ કરવાનું?

તું નાહક! દુશ્મનોના નામ સઘળાં શું વિચારે છે,


હિમાલય જેવડો માણસ કદાચિત હોય તારામાં,

તું તારી જાતને કાયમ ઉતરતી શાને ધારે છે,


ખુશીથી તું અલગ થૈ જા સહન ન થાય જો તુજથી,

પ્રણયનો બોજ દુનિયાનાં બધા બોજોથી ભારે છે,


અતિ આનંદ પામું છું અરે એ પણ તો વિસ્મય છેઃ

તું મારી જીંદગીમાં જ્યારે પણ પીડા વધારે છે,


કૃપાદ્રષ્ટી છે કેવી, આજીવનની ભેટ હો જાણે,

મને 'મહેબુબ' તારા નામથી દુનિયા પુકારે છે.


Rate this content
Log in

Similar gujarati poem from Drama