STORYMIRROR

Patel Padmaxi

Thriller Tragedy

3  

Patel Padmaxi

Thriller Tragedy

ડોસો

ડોસો

1 min
495



ખૂણામાં ચુપચાપ બેસી રહયો એ ડોસો

ડોસીનું નિરખીને મૂખ,

પંચોતેર તો પૂરા કર્યા લડતાં-ઝઘડતાં,

હવે શાની ચડી છે ડોસી તને રીસ.


રોજ સવારે પાડી બરાડા

કોને કહીશ લાવ 'ચ્હા'

નહીં આપી શકે વહેલી તો,

જા તારે પિયરીએ ચાલી જા.

પછાડતો ધ્રુજાતા હાથે આજ એ ડોસો ખાટલાની ઈસ.

હવે શાની ચડી છે ડોસી તને રીસ.


ખારું-ખાટું થાય તો તરત,

પછાડે ભરેલી થાળી,

દિકરા વહુના ગુસ્સા સામે,

કાયમ ડોસી ઊભી રહે આડી,

વિચારે મૌન બની ડોસી આજ તને ચડી ગઈ મારા પર ખીજ,

હવે શાની ચડી છે ડોશી તને રીસ.


અડધી રાતે પીવડાવતી ઉઠી પાણી,

ખમી જાતી હંમેશ ડોસાની વાણી,

કેમ નિશ્ચેત કાયે સૂતી, આતમ લઈ ગયો શાને ઈશ?

હવે શાની ચડી છે ડોસી તને રીસ.


હસતાં ચહેરે સઘળું સંભાળતી,

ડોસાના નિત્યક્રમને હંમેશ સાચવતી,

આજ શાને છોડીને એકલો વ્હાલો કરયો જગદીશ,

એ ડોસી...બોલ.. ને ....તને શાની ચડી છે રીસ.





સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Thriller