ડાઘા રહી ગયા
ડાઘા રહી ગયા


ન રહ્યું કોઈ જ નિશાન રાજા અને રજવાડાનું,
સંગ્રહસ્થાનોમાં બસ એમના વાઘા રહી ગયા !
પ્રણય ભંગ પછી ભેગા થયા એક દિવસ એ,
જરા અમથી ઓળખ કાઢી તો આઘા વહી ગયા !
બહુ ખાસ નથી અમે પીડાયા વિરહના દર્દથી,
એની જ યાદોના ઔષધોથી અમે સાજા થઈ ગયા !
એના દિલના દરિયામાં જેવી ઉતારી દીધી કશ્તી,
પળવારમાં જ એ વિશાળ ને અમે નાના થઈ ગયા !
શું પરિશ્રમ નહિ કર્યો હોય પરવરદિગારે,
શીતળતા તો આપી ચાંદને, પણ ડાઘા રહી ગયા !
-જનાબ આદિલ મન્સૂરી સાહેબની એક પ્રખ્યાત ગઝલ ઉપરથી તરહી રચના..
દિલમાં કોઈની યાદના પગલાં રહી ગયા,
ઝાકળ ઉડી ગયું ને ડાઘા રહી ગયા...